Vijali Ne Chamkare Lyrics in Gujarati | વીજળીને ચમકારે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Vijali Ne Chamkare Lyrics in Gujarati

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

નહિતર અચાનક અંધારા થાશે જી;

જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !

એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે


જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !

અધૂરિયાને નો કે’વાય જી,

ગુપત રસનો આ ખેલ છે અટપટો,

આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે


મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !

જાણી લીયો જીવ કેરી જાત જી;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,

બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે


પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !

તેનો રે દેખાડું તમને દેશજી,

ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,

ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)