વ્હાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ,
મને દેજો સદા સાથ.. હો.. વ્હાલા આદિનાથ હો
આવ્યો તુમ પાસ.. લઇ મુક્તિની એક આશ,
મને કરશો ના નિરાશ..
હો.. વ્હાલા આદિનાથ હો… (૧)
તારા દર્શનથી મારા નયનો ઠરે છે..
નયનો ઠરે છે,
રોમે રોમે આ મારા પુલકિત બને છે..
પુલકિત બને છે,
ભવોભવનો મારો ઉતરે છે થાક,
હું તો પામું હળવાશ,
હો… વ્હાલા આદિનાથ હો… (૨)
તારી વાણીથી મારું મનડું ઠરે છે…
મનડું ઠરે છે,
કર્મવર્ગણા મારી ક્ષણ ક્ષણ ખરે છે…
ક્ષણ ક્ષણ ખરે છે,
ઠરી જાય છે મારા કષાયોની આગ,
છૂટે રાગ-દ્વેષ ની ગાંઠ,
હો… વ્હાલા આદિનાથ હો… (૩)
તારા આજ્ઞાથી મારું હૈયું ઠરે છે…
હૈયું ઠરે છે,
તુજ પંથે આગળ વધવા સત્ત્વ મળે છે…
સત્ત્વ મળે છે,
ટળી જાય છે મારો મોહ અંધકાર,
ખીલે જ્ઞાન અજવાશ,
હો… વ્હાલા આદિનાથ હો… (૪)
તારું શાસન પામીને આતમ ઠરે છે…
આતમ ઠરે છે,
મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે…
સ્થિર બને છે,
મળ્યો તારો માર્ગ, મારા કેવા સદ્ભાગ્ય,
મારા કેવા ધન્યભાગ્ય,
હો… વ્હાલા આદિનાથ હો… (૫)