વેળા મિલનની આવી છે વેળા
કીધા મહેમાનોના તેડાં રે
જાન જોડીને આવ્યા રે રાજા
રાણી રૂપાળાને લેવા રે
ગુલોથી ગુલશન મેહકે છે ને
માંડવે સાજણ મલકે છે
રાત મળી જાણે ઉજળા દી ને
સાંજલડી થઇ ઝલકે છે
વેળા મિલનની આવી છે વેળા
કીધા મહેમાનોના તેડાં રે
જાન જોડીને આવ્યા રે રાજા
રાણી રૂપાળાને લેવા રે
હૈયે હરખના માતો રે કોઈના
માંડવે જામ્યા મેળા રે
વેળા મિલનની આવી છે વેળા
કીધા મહેમાનોના તેડાં રે
પહેલું પહેલું મંગળીયું વર્તાય રે
પહેલે મંગલ ગાયોના દાન દેવાય રે
અગ્નિ દેવાની સાક્ષીયે ફેરા ફરાઈ રે
શુભ દિન આજે શુકનનો કહેવાય રે
ગુલોથી ગુલશન મેહકે છે ને
માંડવે સાજણ મલકે છે
રાત મળી જાણે ઉજળા દી ને
સાંજલડી થઇ ઝલકે છે
ગુલોથી ગુલશન મેહકે છે ને
માંડવે સાજણ મલકે છે
રાત મળી જાણે ઉજળા દી ને
સાંજલડી થઇ ઝલકે છે
ગુલોથી ગુલશન મેહકે છે ને
માંડવે સાજણ મલકે છે
રાત મળી જાણે ઉજળા દી ને
સાંજલડી થઇ ઝલકે છે