Vadal No Gadgadat Song Lyrics in Gujarati | વાદળ નો ગડગડાટ સોન્ગ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Vadal No Gadgadat Song Lyrics in Gujarati

હૈ.....

વાદળ નો ગડગડાટ

વીજળી નો ચમચમાટ


વાદળ નો ગડગડાટ

વીજળી નો ચમચમાટ

મેહુલિયો થનગનાટ

નાચે નાચે

મેહુલિયો થનગનાટ

નાચે નાચે


એવી ભીંજેલી રાધાના

મનડા નો મોર આજ

માધવ ને મળવાને

આવે આવે રે જી

માધવ ને મળવાને

આવે આવે રે જી

માધવ ને મળવા આવે આવે


હૈ....

સજી શણગાર સાજ

રમવાને રંગ રાસ

હૈ સજી શણગાર સાજ

રમવાને રંગ રાસ

રાધાજી તત્પર

થાવા લાગે 

રાધાજી તત્પર થાવા લાગે 


હૈ ઘેલી ગોપીને સાથ

માધવ ઉભા છે આજ

રાધાજી મળવાને આવે આવે રે જી

રાધાજી મળવા આવે આવે રે જી

રાધાજી મળવા આવે આવે


હૈ ઓત્તર વરહે આભે

દમણ દરિયા કાંઠે

ઓત્તર વરહે આભે

દમણ દરિયા કાંઠે

પૂરબ માં જઈ પ્રગટ્યો ને

પશ્ચિમ મેં પરમાણ

વરહે મેહુલો મેહુલો

વરહે મેહુલો

પૂરબ માં જઈ પ્રગટ્યો ને

પશ્ચિમ મેં પરમાણ

વરહે મેહુલો મેહુલો

વરહે મેહુલો


હૈ....

તવ દમક દમક દાદુર દવ દણકત

તવ દમક દમક દાદુર દવ દણકત

બેહગત મોર મલ્હાર કિયા

તાવ પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક

પિયુ પિયુ કોકિલ કંઠ દિયા

તવ કડક કડદ નભ હોત કડાકા

ઘણણણણણણણણણણણણ

ઘણણણ ગિરિવર શિખર તળે

તવ રૂમ ઝૂમ રૂમ ઝૂમ બરસાત બર્ષા ને

 ઘરર ઘરર ઘન ઘોર ગાજે જી

 ઘરર ઘરર ઘન

ઘોર ગાજે રે જી રે 

ઘરર ઘરર ઘન ઘોર ગાજે

ઘોર ગાજે




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)