ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો ...
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો ...
ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી ,
નજરૂ ઢાળી હાલું તો’યે લાગી નજરૂ કોની ,
વગડે ગાજે મુરલી ના શોર , પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો ...
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો ...
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો ...