ઊંચા ઊંચા શત્રુંજ્યના, શિખરો સોહાય
વચ્ચે મારા (૨) દાદા કેરા, દેરા જગમગ થાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…
દાદા તારી યાત્રા કરવા, મારું મન લલચાય (૨)
તળેટીએ શીશ નમાવી, ચઢવા લાગું પાય (૨)
પાવન ગીરીનો (૨) સ્પર્શ થાતા, પાપો દૂર પલાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…
લીલી લીલી ઝાડિયોમાં (૨), પંખી કરે કલશોર (૨)
સોપાન ચઢતાં ચઢતાં જાણે, હૈયું અષાઢી મોર (૨)
કાંકરે કાંકરે (૨) સિદ્ધ અનંતા, લળી લળી લાગું પાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…
પેહલી આવે રામપોળને (૨), ત્રીજી વાઘણપોળ (૨)
શાંતિનાથના દર્શન કરતા, પહોંચ્યા હાથી પોળ (૨)
સામે મારા (૨) દાદા કેરા, દરબાર દેખાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…
દોડી દોડી આવું દાદા તારા (૨), દર્શન કરવા આજ (૨)
ભાવ ભરેલી ભક્તિ કરીને, સારુ આતમ કાજ (૨)
મરુદેવાના (૨) નંદન નીરખી, જીવન પાવન થાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…
ક્ષમા ભાવે ઓમકાર પદ નો (૨), નિત્ય કરીશ હું જાપ (૨)
દાદા તારા ગુણલા ગાતા, કાપીશ ભવના પાપ (૨)
પદ્મવિજય ને (૨) હૈયે આજે, આનંદ ઉભરાય
ઊંચા ઊંચા શત્રુંજ્ય…