ઉંચા ઉંચા બગલા બનાવો,
દાદા કાચની બારીયુ, મેલાવો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય
દાદા વિના કેમ ચાલશે હો રાજ, (૨)
દાદી........બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય
ઉંચા ઉંચા........
કાકા વિના કેમ ચાલશે હો રાજ, (૨)
કાકી........બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય,
ઉંચા ઉંચા........
મહેંદી ભરેલા પગલા માંડો આજ, (૨)
તમારા પીઠી વાળા હાથને શણગારો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મંગ થાય,
ઉંચા ઉંચા........
આછેરા ઘુંઘટડાની લાજ, (૨)
એવા ઘુંઘટને ટામ્યા તમારા રૂપ રે,
બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય,
ઉચા ઉચા........