ટામેટું રે ટામેટું, લાલ લાલ ટામેટું
રસથી ભરેલું ટામેટું, ગોળ ગોળ ટામેટું
ટામેટું રે ટામેટું, લાલ સાડી પેરતુતું
ઘી ગોળ ખાતુતું, નદી એ નાહવા જાતુતું
અસ મસ ને ઢીંગલા ઢસ
પેલું લાલ ટામેટું લહેર કરે, એ મારા રસોડા માં રાજ કરે
કચુંબર માં કમાલ કરે, ધાણા સાથે ધમાલ કરે
મરચા જોડે મોજ કરે, વાલોર જોડે વાતો કરે
બટાકાથી બીતું ફરે, દૂધી ને જોઈને ડોળા કાઢે
પેલું લાલ ટામેટું લહેર કરે
મેથી જોડે મસ્તી કરે, પાલક જોડે દોસ્તી કરે
પેલા ગલકાને જોઈને ગેલ કરે, તુવેર ને જોઈ તાળી પાડે
મૂળા જોઈને મોં મચકોડે, આદુ ને જોઈ આંખ મારે
પેલા કોળા ને જોઈને હસી પડે, કોબી જોડે કજિયો કરે
પેલું લાલ ટામેટું લહેર કરે
ફૂલાવર જોડે ફરવા જાય, ગાજર જોડે ગાવા જાય
સુરણ ને જોઈને શરમાઈ જાય, ગવાર ને જોઈ ગીતો ગાય
રીંગણાં સાથે રમવા જાય, કંકોડા ને કાન માં કહે
કારેલું જોઈ કૂદવા લાગે, ચોળી ને જોઈ ચાળા પાડે
પેલું લાલ ટામેટું લહેર કરે,