તમે બોલો બોલોને પારસનાથ
બાળક તમને બોલાવે (૨ વાર),
તમે આંખડી ખોલોને એકવાર,
બાળક તમને બોલાવે (૨ વાર)
મારા કરેલા કર્મ આજે નડ્યાં,
મારા અવળા તે લેખા કોણે લખ્યાં,
મારા પૂર્વના પ્રગટ્યાં છે પાપ,
બાળક તમને બોલાવે
તમે બોલો બોલોને…
કંઠ સુકાય મુખથી બોલાતું નથી,
શ્વાસ રૂંધાય આંખથી દેખાતું નથી,
હું તો રડું છું હૈયા ફાટ,
બાળક તમને બોલાવે,
તમે બોલો બોલોને…
મારી આશાના દીપક બુઝાય ગયા,
ચારે કોર અંધારા છાઈ ગયા,
મારા જીવનમાં પડી હડતાલ,
બાળક તમને બોલાવે
તમે બોલો બોલોને…
તમે શાંતિની ગોદમાં પોઢી ગયા,
તરછોડીને જાતા ના આવી દયા,
હવે ક્યાં સુધી કરવો વિશ્રામ,
બાળક તમને બોલાવે
તમે બોલો બોલોને…
તારા વિના મારા આંસુ કોણ લૂછે,
મારા ભક્તિના ભાવને કોણ પૂછે,
‘વીરવિજય’ તારી વાણીનો આધાર,
બાળક તમને બોલાવે
તમે બોલો બોલોને…