Tame Bhave Bhajilo Bhagwan Lyrics in Gujarati | તમે ભાવે ભજી લ્યો ભગવાન લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Tame Bhave Bhajilo Bhagwan Lyrics in Gujarati

તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું;

 કાંઈક આત્માનું કરી ક્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું... ꠶ટેક


એને દીધેલ કોલ તે ભૂલી ગયા, 

જૂઠી માયાના મોહમાં ઘેલા થયા;

 ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન... જીવન꠶ ૧


બાળપણ જુવાનીમાં અર્ધું ગયું, 

નથી ભક્તિ મારગમાં પગલું ભર્યું;

 હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન... જીવન꠶ ૨


પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહિ, 

લોભ વૈભવ ને ધન તજાશે નહિ;

 બનો આજથી પ્રભુમાં મસ્તાન... જીવન꠶ ૩


જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, 

કાંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો;

 છીએ થોડા દિવસના મહેમાન... જીવન꠶ ૪


બધા આળસમાં દિવસો વીતી જશે, 

પછી ઓચિંતું જમનું તેડું થશે;

 નહિ ચાલે તમારું તોફાન... જીવન꠶ ૪


એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો, 

ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો;

 ઝાલો ઝાલો ભક્તિનું સુકાન... જીવન꠶ ૫






Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)