ઋષિરુવાચ .. ૧..
શક્રાદયઃ સુરગણા નિહતેઽતિવીર્યે
તસ્મિન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા .
તાં તુષ્ટુવુઃ પ્રણતિનમ્રશિરોધરાંસા
વાગ્ભિઃ પ્રહર્ષપુલકોદ્ગમચારુદેહાઃ .. ૨..
દેવ્યા યયા તતમિદં જગદાત્મશક્ત્યા
નિશ્શેષદેવગણશક્તિસમૂહમૂત્યાર્ .
તામમ્બિકામખિલદેવમહર્ષિપૂજ્યાં
ભક્ત્યા નતાઃ સ્મ વિદધાતુ શુભાનિ સા નઃ .. ૩..
યસ્યાઃ પ્રભાવમતુલં ભગવાનનન્તો
બ્રહ્મા હરશ્ચ ન હિ વક્તુમલં બલં ચ .
સા ચણ્ડિકાખિલજગત્પરિપાલનાય
નાશાય ચાશુભભયસ્ય મતિં કરોતુ .. ૪..
યા શ્રીઃ સ્વયં સુકૃતિનાં ભવનેષ્વલક્ષ્મીઃ
પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિઃ .
શ્રદ્ધા સતાં કુલજનપ્રભવસ્ય લજ્જા
તાં ત્વાં નતાઃ સ્મ પરિપાલય દેવિ વિશ્વમ્ .. ૫..
કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્યમેતત્
કિં ચાતિવીર્યમસુરક્ષયકારિ ભૂરિ .
કિં ચાહવેષુ ચરિતાનિ તવાદ્ભુતાનિ
સર્વેષુ દેવ્યસુરદેવગણાદિકેષુ .. ૬..
હેતુઃ સમસ્તજગતાં ત્રિગુણાપિ દોષૈ-
ર્ન જ્ઞાયસે હરિહરાદિભિરપ્યપારા .
સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂત-
મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા .. ૭..
યસ્યાઃ સમસ્તસુરતા સમુદીરણેન
તૃપ્તિં પ્રયાતિ સકલેષુ મખેષુ દેવિ .
સ્વાહાસિ વૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિહેતુ-
રુચ્ચાર્યસે ત્વમત એવ જનૈઃ સ્વધા ચ .. ૮..
યા મુક્તિહેતુરવિચન્ત્યમહાવ્રતા ત્વં
અભ્યસ્યસે સુનિયતેન્દ્રિયતત્ત્વસારૈઃ .
મોક્ષાર્થિભિર્મુનિભિરસ્તસમસ્તદોષૈ-
ર્વિદ્યાસિ સા ભગવતી પરમા હિ દેવિ .. ૯..
શબ્દાત્મિકા સુવિમલગ્યર્જુષાં નિધાન-
મુદ્ગીથરમ્યપદપાઠવતાં ચ સામ્નામ્ .
દેવી ત્રયી ભગવતી ભવભાવનાય
વાત્તાર્ ચ સર્વજગતાં પરમાત્તિર્ હન્ત્રી .. ૧૦..
મેધાસિ દેવિ વિદિતાખિલશાસ્ત્રસારા
દુર્ગાસિ દુર્ગભવસાગરનૌરસઙ્ગા .
શ્રીઃ કૈટભારિહૃદયૈકકૃતાધિવાસા
ગૌરી ત્વમેવ શશિમૌલિકૃતપ્રતિષ્ઠા .. ૧૧..
ઈષત્સહાસમમલં પરિપૂર્ણચન્દ્ર-
બિમ્બાનુકારિ કનકોત્તમકાન્તિકાન્તમ્ .
અત્યદ્ભુતં પ્રહૃતમાત્તરુષા તથાપિ
વક્ત્રં વિલોક્ય સહસા મહિષાસુરેણ .. ૧૨..
દૃષ્ટ્વા તુ દેવિ કુપિતં ભ્રુકુટીકરાલ-
મુદ્યચ્છશાઙ્કસદૃશચ્છવિ યન્ન સદ્યઃ .
પ્રાણાન્મુમોચ મહિષસ્તદતીવ ચિત્રં
કૈર્જીવ્યતે હિ કુપિતાન્તકદર્શનેન .. ૧૩..
દેવિ પ્રસીદ પરમા ભવતી ભવાય
સદ્યો વિનાશયસિ કોપવતી કુલાનિ .
વિજ્ઞાતમેતદધુનૈવ યદસ્તમેત-
ન્નીતં બલં સુવિપુલં મહિષાસુરસ્ય .. ૧૪..
તે સમ્મતા જનપદેષુ ધનાનિ તેષાં
તેષાં યશાંસિ ન ચ સીદતિ ધર્મવર્ગઃ .
ધન્યાસ્ત એવ નિભૃતાત્મજભૃત્યદારા
યેષાં સદાભ્યુદયદા ભવતી પ્રસન્ના .. ૧૫..
ધમ્યાર્ણિ દેવિ સકલાનિ સદૈવ કર્મા-
ણ્યત્યાદૃતઃ પ્રતિદિનં સુકૃતી કરોતિ .
સ્વર્ગં પ્રયાતિ ચ તતો ભવતીપ્રસાદા-
લ્લોકત્રયેઽપિ ફલદા નનુ દેવિ તેન .. ૧૬..
દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ
સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ .
દારિદ્ર્યદુઃખભયહારિણિ કા ત્વદન્યા
સર્વોપકારકરણાય સદાઽઽદ્રર્ચિત્તા .. ૧૭..
એભિર્હતૈર્જગદુપૈતિ સુખં તથૈતે
કુર્વન્તુ નામ નરકાય ચિરાય પાપમ્ .
સંગ્રામમૃત્યુમધિગમ્ય દિવં પ્રયાન્તુ
મત્વેતિ નૂનમહિતાન્વિનિહંસિ દેવિ .. ૧૮..
દૃષ્ટ્વૈવ કિં ન ભવતી પ્રકરોતિ ભસ્મ
સર્વાસુરાનરિષુ યત્પ્રહિણોષિ શસ્ત્રમ્ .
લોકાન્પ્રયાન્તુ રિપવોઽપિ હિ શસ્ત્રપૂતા
ઇત્થં મતિર્ભવતિ તેષ્વપિ તેઽતિસાધ્વી .. ૧૯..
ખડ્ગપ્રભાનિકરવિસ્ફુરણૈસ્તથોગ્રૈઃ
શૂલાગ્રકાન્તિનિવહેન દૃશોઽસુરાણામ્ .
યન્નાગતા વિલયમંશુમદિન્દુખણ્ડ-
યોગ્યાનનં તવ વિલોકયતાં તદેતત્ .. ૨૦..
દુર્વૃત્તવૃત્તશમન્ં તવ દેવિ શીલં
રૂપં તથૈતદવિચિન્ત્યમતુલ્યમન્યૈઃ .
વીર્યં ચ હન્ત્રિ હૃતદેવપરાક્રમાણાં
વૈરિષ્વપિ પ્રકટિતૈવ દયા ત્વયેત્થમ્ .. ૨૧..
કેનોપમા ભવતુ તેઽસ્ય પરાક્રમસ્ય
રૂપં ચ શત્રુભયકાર્યતિહારિ કુત્ર .
ચિત્તે કૃપા સમરનિષ્ઠુરતા ચ દૃષ્ટા
ત્વય્યેવ દેવિ વરદે ભુવનત્રયેઽપિ .. ૨૨..
ત્રૈલોક્યમેતદખિલં રિપુનાશનેન
ત્રાતં ત્વયા સમરમૂર્ધનિ તેઽપિ હત્વા .
નીતા દિવં રિપુગણા ભયમપ્યપાસ્ત-
મસ્માકમુન્મદસુરારિભવં નમસ્તે .. ૨૩..
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે .
ઘણ્ટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃસ્વનેન ચ .. ૨૪..
પ્રાચ્યાં રક્ષ પ્રતીચ્યાં ચ ચણ્ડિકે રક્ષ દક્ષિણે .
ભ્રામણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યાં તથેશ્વરિ .. ૨૫..
સૌમ્યાનિ યાનિ રૂપાણિ ત્રૈલોક્યે વિચરન્તિ તે .
યાનિ ચાત્યર્થઘોરાણિ તૈ રક્ષાસ્માંસ્તથા ભુવમ્ .. ૨૬..
ખડ્ગશૂલગદાદીનિ યાનિ ચાસ્ત્રાનિ તેઽમ્બિકે .
કરપલ્લવસઙ્ગીનિ તૈરસ્માન્રક્ષ સર્વતઃ .. ૨૭..
ઋષિરુવાચ .. ૨૮..
એવં સ્તુતા સુરૈર્દિવ્યૈઃ કુસુમૈર્નન્દનોદ્ભવૈઃ .
અર્ચિતા જગતાં ધાત્રી તથા ગન્ધાનુલેપનૈઃ .. ૨૯..
ભક્ત્યા સમસ્તૈસ્ત્રિદશૈર્દિવ્યૈર્ધૂપૈસ્તુ ધૂપિતા .
પ્રાહ પ્રસાદસુમુખી સમસ્તાન્ પ્રણતાન્ સુરાન્ .. ૩૦..
દેવ્યુવાચ .. ૩૧..
વ્રિયતાં ત્રિદશાઃ સર્વે યદસ્મત્તોઽભિવાઞ્છતમ્ .. ૩૨..
દેવા ઉચુઃ .. ૩૩..
ભગવત્યા કૃતં સર્વં ન કિંચિદવશિષ્યતે .
યદયં નિહતઃ શત્રુરસ્માકં મહિષાસુરઃ .. ૩૪..
યદિ ચાપિ વરો દેયસ્ત્વયાઽસ્માકં મહેશ્વરિ .
સંસ્મૃતા સંસ્મૃતા ત્વં નો હિંસેથાઃ પરમાપદઃ .. ૩૫..
યશ્ચ મત્યર્ઃ સ્તવૈરેભિસ્ત્વાં સ્તોષ્યત્યમલાનને .. ૩૬..
તસ્ય વિત્તદ્ધિર્વિભવૈર્ધનદારાદિસમ્પદામ્ .
વૃદ્ધયેઽસ્મત્પ્રસન્ના ત્વં ભવેથાઃ સર્વદામ્બિકે .. ૩૭..
ઋષિરુવાચ .. ૩૮..
ઇતિ પ્રસાદિતા દેવૈર્જગતોઽર્થે તથાઽત્મનઃ .
તથેત્યુક્ત્વા ભદ્રકાલી બભૂવાન્તર્હિતા નૃપ .. ૩૯..
ઇત્યેતત્કથિતં ભૂપ સમ્ભૂતા સા યથા પુરા .
દેવી દેવશરીરેભ્યો જગત્ત્રયહિતૈષિણી .. ૪૦..
પુનશ્ચ ગૌરીદેહાત્સા સમુદ્ભૂતા યથાભવત્ .
વધાય દુષ્ટદૈત્યાનાં તથા શુમ્ભનિશુમ્ભયોઃ .. ૪૧..
રક્ષણાય ચ લોકાનાં દેવાનામુપકારિણી .
તચ્છૃણુષ્વ મયાઽઽખ્યાતં યથાવત્કથયામિ તે .. ૪૨..
ઇતિ શ્રી માર્કણ્ડેયપુરાણે સાવર્ણિકે મન્વન્તરે દેવીમાહાત્મ્યે
શક્રાદિસ્તુતિર્નામ ચતુર્થોઽધ્યાયઃ .. ૪..
ઋષિ કહે છે,
અત્યંત પરાક્રમી મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવી દ્વારા હણાઈ ગયા પછી ઈન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવી ને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા.તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઇ આવ્યો હતો.(1)
દેવતાઓ બોલ્યા,
સમસ્ત દેવતાઓ ની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતની વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીયા તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે.(2)
જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવા માટે ભગવાન શ્રીવિષ્ણુ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારો.(3)
જે પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અન્તકરણ વાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કૂળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરો છો તેવા તમને હે દેવી, અમે નમસ્કાર કરીએ છીએ.હે ભગવતી દુર્ગા! તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. (4)
હે દેવી! તમારા અચિન્તય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરીએ? (5)
તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો. તમારામાં સત્વગુણ,રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. (6)
તમે સૌનો આશ્રય છો.આ સમસ્ત જગત તમારું અંશભૂત છે. તમે સૌની આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો.આ જગત તમારા આશ્રયે છે. (7)
હે દેવિ! સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે છો. આ ઉપરાંત તમે પિતૃઓને તૃપ્તિનું પણ કારણ છો તેથી સૌ તમને સ્વધા પણ કહે છે.(8)
હે દેવિ!જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત,જીતેન્દ્રિય, તત્વને જ સાર વસ્તુ માનનાર તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે તે ભગવતી પરા વિદ્યા તમે જ છો. (9)
તમે શબ્દસ્વરૂપા છો અને ઋગ્વેદ,યજુર્વેદ તથા ઉદ્ગીથના મનોહર પદોનો આધાર એવો સામવેદ તમે જ છો.તમે દેવી,વેદત્રયી અને ભગવતી-છ ઐશ્વર્યથી યુક્ત આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે વાર્તા-આજીવિકા રૂપે પ્રગટ છો.તમે જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો.(10)
હે દેવી! જેના થકી સઘળા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે મેઘા તમે જ છો. દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકા રૂપ દુર્ગા પણ તમે જ છો. તમારી કશામાં ય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષ:સ્થળ માં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. (11)
તમારું મુખ મંદ મંદ સ્મિત થી સુશોભિત છે, નિર્મળ છે. પૂર્ણ ચંદ્રબીંબ અનુકરણ કરનારું છે. સુવર્ણની મનોહર કાંતિ કરતાં ય સુંદર છે તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજયો એ એના કરતા ય આશ્ચર્યની વાત છે અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈ ની વાત છે. (12)
હે દેવી! તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઊઠ્યું ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે. કારણકે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે?(13)
હે દેવી! તમે પ્રસન્ન થવાથી પરમાત્મ સ્વરૂપ આ જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાય જવાથી તમે તરત જ કેટલાય શત્રુઓનો નાશ કરી નાખો છો?
એ વાત હમણાં જ અનુભવવા મળી. કારણકે મહિસાસુરની વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ. (14)
હંમેશા અભ્યુદય આપનારા તમે તેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ રાજ્યમાં સન્માનિત થાય છે તેમને જ ધન-સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી. તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની અને નોકર-ચાકરો ધન્ય હોય છે. (15)
હે દેવી! પુણ્યશાળી મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે. તેથી જ ત્રણે લોકમાં અચૂક પણે મનોવાંછિત ફળ આપનાર કહેવાઓ છો. (16)
હે દુર્ગા! તમારું સ્મરણ કરવાથી જ તમે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્ય તમારું ચિંતન કરે છે તો તેમને પરમ કલ્યાણકારી બુદ્ધિ આપો છો, દુઃખ, દારિદ્ર અને ભયને હરનારા હે દેવી! તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર જ રહ્યા કરતું હોય. (17)
હે દેવી! રાક્ષસોને મારવાથી સંસારને સુખ-શાંતિ મળે તથા રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગ લોકમાં જાય અવશ્ય આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. (18)
તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો? સમસ્ત અસુરોને દૃષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે “આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય” આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે.(19)
તમારા ખડ્ગની તેજો રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળ અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. (20)
હે દેવી! તમારું શીલ દુરાચારીઓના હિન આચરણોનું શમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું જે અચિંત્ય છે જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુ ઉપર પણ દયા જ પ્રગટ કરી છે.(21)
હે વરદાયિની દેવી! તમારા પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ કયાં?હ્રદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને બાબત ત્રણે લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે.(22)
હે મા! તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત જગતનું રક્ષણ કર્યું છે;આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડયા છે તથા ઉન્મત્ત દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે.તમને અમારા નમસ્કાર છે. (23)
હે દેવી! તમે શૂળ વડે મારું રક્ષણ કરો.હે અંબિકા!તમે ખડ્ગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારવથી પણ અમારું રક્ષણ કરો. (24)
હે ચંડિકા! પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. (25)
આ ત્રણે લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વીલોકમાં રક્ષણ કરો. (26)
હે અંબિકા! તમારા કરપલ્લવોમાં શોભતા ખડ્ગ, શૂળ,ગદા વગેરે જે જે અસ્ત્રશસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. (27)
ઋષિ બોલ્યા,(28)
આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પ તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું.(29-30)
દેવી બોલ્યા,(31)
હે દેવતાઓ! તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માગો,(32)
દેવતાઓ બોલ્યા,(33)
આપ ભગવતીએ તમે બધી ઈચ્છા પૂરી કરી દીધી છે,હવે કંઇપણ બાકી રહ્યું નથી. (34)
કારણકે અમારું આ શત્રુ મહિસાસુર માર્યો ગયો છે એમ હોવા છતાં પણ હે મહેશ્વરી! તમે અમને જો કોઈ વરદાન આપવા ઇચ્છો છો.(35)
તો અમે જ્યારે જયારે આપને યાદ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો.
હે પ્રસન્નવદના અંબિકા! જે મનુષ્ય આ સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે તેની ધન તથા સંપત્તિ વગેરે વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો. (36-37)
ઋષિ કહે છે, (38)
હે રાજન્! દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણને માટે ત્યારે દેવી ભદ્રકાળી ને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ “તથાસ્તુ” કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. (39)
હે ભૂપાલ! આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઇચ્છનાર દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયાં હતાં. તે બધી કથા મેં તમને કહી સંભળાવી. (40)
હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરી વાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરવા માટે અને બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયાં હતાં તે બધો વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું. (41-42)
શ્રી માર્કણ્ડેય પુરાણમાં સાવર્ણિક મન્વન્તરમાં દેવી માહાત્મ્યમાં શક્રાદિ સ્તુતિ નામનો ચોથો અધ્યાય.