રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા (2)
ડુંગળી ડિસ્કો કરતીતી ચોળી ચાળા પાડતીતી (2)
મરચું મુંછો મઈડતુતુ ગલકું ગોદા મારતુતુ (2)
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા (2)
ટામેટું તાળી પાડતુતુ મેથી મસ્કા મારતીતી (2)
વાલોર વાતો કરતીતી દૂધી ડોળા કાઢતીતી (2)
ગવાર ગીતો ગાતુતુ સુરણ તે સાંભળતુતુ (2)
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા (2)
ભીંડા ભજન કરતાતા તુરીયા તબલા વગાડતાતા (2)
ધાણા ધમાલ કરતાતા ગિલોળું ગભરાતુતુ (2)
મૂળા મુંબઈ જાતાતા ફુલાવર ફાફા મારતુતુ (2)
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા (2)
ગાજરને ગાવા ગરબા કોળાને જાવું ફરવા (2)
કંકોળુ કંઈ કહેતુંતુ કારેલું શરમાતુતુ (2)
શાકભાજી ભેગા મળ્યા માર્કેટમાંથી છુટા પડયા (2)
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા (3)