ૐ જય જય રામાપીર, પ્રભુ જય જય રામાપીર
મંગલ આરતી ઉતારુ, જય જય હીંદવાપીર
પ્રભુ જય જય રામાપીર
અધ્ધમ ઉધ્ધારણ આપો છો, પ્રભુ નકળંગી તમે નાથ
પ્રભુ નકળંગી તમે નાથ
તાપ ત્રિવિધ નીવારો, મિનળદે ના બાળ
પ્રભુ જય જય રામાપીર
નવરંગી નેજા ફરકે આભે, ભમ્મરીયો ભાલો
પ્રભુ ભમ્મરીયો ભાલો
રેવંત અશ્વ લિલુડો, મુગટ બહુ સારો
પ્રભુ જય જય રામાપીર
ધુપ ગુગળ ના, મહેકતા ને ઘી ના દિપ જબકે
પ્રભુ ઘી ના દિપ જબકે
ચારે દિશાયું ઝળહળે, મોરલીયા ટહુકે
ૐ જય જય રામાપીર
જામો કેસરીયો શોભતો પ્રભુ, લીલા નેજા ના ઘણી
પ્રભુ લીલા નેજા ના ઘણી
ભક્તો ભાવ થી પૂજતા, બાર બીજ ના ધણી
ૐ જય જય રામાપીર
શંખ ના નાદ ગાજે દ્વારે, ઝાલર ના ઝણકાર
પ્રભુ ઝાલર ના ઝણકાર
ઢોલ નગારા શરણાયુ, વાગે ઝાંઝ પખવાજ
ૐ જય જય રામાપીર
આદિ અનાદિ અંતરયામી, તમે છો અવિનાશી
પ્રભુ તમે છો અવિનાશી
સંતો ભક્તો ને કાજે, યુગે યુગે અવતારે
ૐ જય જય રામાપીર
પરગટ પરચા પુરતા પ્રભુ, નિર્મળ કરતા કાય
પ્રભુ નિર્મળ કરતા કાય
ભક્તિ તમારી સુખદાયી, સૌના દુઃખડા જાય
ૐ જય જય રામાપીર
પોખરણગઢ માં પ્રગટ્યા પ્રભુ રણુજા માં કીધો વાસ
પ્રભુ રણુજા માં કીધો વાસ
ભૈરવ ભોય માં ભંડાર્યો, ભુમી નો હરવા ભાર
ૐ જય જય રામાપીર
જીવન ધન્ય બનાવો પ્રભુ, જય જય નીજારીનાથ
પ્રભુ જય જય નિજરીનાથ
ભક્તો ના તારણહાર તમે છો, હૃદય કમળ માં કરો વાસ
ૐ જય જય રામાપીર
મંગળ દીવડે આરતી ઉતારુ, ઉડે અબીલ ગુલાલ
પ્રભુ ઉડે અબીલ ગુલાલ
ભક્તો ભેળા મળી, કરતા જય જય કાર
ૐ જય જય રામાપીર
ૐ જય જય રામાપીર, પ્રભુ જય જય રામાપીર
મંગલ આરતી ઉતારુ, જય જય હીંદવાપીર
ૐ જય જય રામાપીર
ૐ જય જય રામાપીર
ૐ જય જય રામાપીર
ૐ જય જય રામાપીર
ૐ જય જય રામાપીર
બોલોએ રામાપીર ની જય...