Ram Bavani in Gujarati Lyrics | રામ બાવની લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ram Bavani in Gujarati Lyrics


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..મર્યાદા પુરુષોત્તમ દેવ 

જાપ જપે જેના મહાદેવ,

તેના હૃદયે વસે શ્રી રામ 

શ્રી રામ જયરામ જય જય રામ 


હે..વધ્યો જયારે ભૂમિ ભાર 

પ્રકટ થયા પ્રભુ તેણી વાર,

અયોધ્યા નગરી મોઝાર 

દશરથ કૌશલ્યાના બાળ 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..અનેક કારણ ભેગાં થયાં 

રામજી ત્યારે પ્રકટ થયા,

સૌનાં દિલમાં આનંદ થાય 

દુષ્ટો કંપે છે કાય 


હે..જે જેવા તેવા રામ દેખાય 

ભક્તને પ્રભુ, દુષ્ટને યમરાય 

મર્યાદાની મૂર્તિ એક 

વળી રાખે મનમાં વિવેક 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..હૈયામાં રાખે એ ધીર 

બોલો જયજયજય રઘુવીર,

વડીલ કેરી આજ્ઞા પાળે

માં-બાપ ની આંતરડી ઠારે 


હે..શીખવે રામ જગતને એમ 

જગતમાં રહેવાનું કેમ,

સૌનાં દિલને આનંદ કરે 

બાળલીલાઓ બહુ કરે 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..વિશ્વામિત્ર આવે ત્યાંય 

રામજીને એ તો લઈ જાય,

દુષ્ટોનો કરતાં સંહાર 

યજ્ઞ રક્ષે છે બે બાળ 


હે..રામની સાથે લક્ષ્મણ વીર 

બોલો જ્યજ્યજ્ય રઘુવીર,

જનકપુરીમાં સ્વયંવર થાય 

ગુરુજી સાથે રામજી જાય 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..ચરણરજ શ્લ્યાને અડે 

શલ્યા મટી એ અહલ્યા બને 

ધનુષભંગ કરી સીતા વરે 

પરશુરામ નો ગર્વ ટળે 


હે..ત્યાંથી અવધ એ પાછા જાય 

માનવની લીલાઓ કરાય,

કાલે રામજી રાજા થાય 

જાણી સૌ દિલમાં હરખાય 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..આંખમાં આવે હર્ષના નીર 

બોલો જ્યજ્યજ્ય રઘુવીર,

મંથરાએ જ્યાં વાત કરી 

કૈકેયીની ત્યાં બુદ્ધિ ફરી 


હે..માંગે આગળના વરદાન 

રાજ ભરત ને વનમાં રામ,

દશરથને દિલમાં આઘાત 

ભાન ભૂલે ને પડે ચોપાટ 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ 


હે..રામ સીતા લક્ષ્મણ વનમાં જાય 

ભરત શત્રુઘ્ન મોસાળ માય,

દશરથને ત્યાં શાપ નડે 

દશરથ પુત્રવિયોગે મરે 


હે..વનમાં પડતું કષ્ટ અપાર 

છતાં નથી મન દુઃખ લગાર,

ગૃહ ઉતારે ગંગા તીર 

બોલો જ્યજ્યજ્ય રઘુવીર 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..રામને તેડવા ભરત ધાય 

પાવડી લઈ એ પાછો જાય,

ત્યાં એક વિપત આવી નડી 

આવ્યો મરીચ મૃગરૂપ ધરી 


હે..બાણે માર્યો મારીચ મરી 

રાવણ માતને  ગયો હરી,

જટાયુ અધમુવો મળે 

અગ્નિ સંસ્કાર રામ કરે 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..દશરથને ના જે મળે લાભ 

મળે જટાયુને એ લાભ,

વધારે ભક્ત મહિમાય 

પોતે બની જઈને નાનાય 

 

હે..શબરીબાઈની મહેનત ફળી 

એંઠા બોર આરોગ્ય હરિ,

ઊંચનીચનો ના રાખે ભેદ 

વળી નથી માનમાંહિ ખેદ 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..હનુમાન સુગ્રીવ મેળાપ થાય 

વાલીનો ત્યાં વધ કરાય,

હનુમાન માત ની શોધ કરે 

શિવનું પૂજન રામ કરે 


હે..બતાવે છે આ અભિષેક 

રામને શિવજી બંને એક,

શિવપૂજન સમુદ્ર તીર 

બોલો જ્યજ્યજ્ય રઘુવીર 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે.. ખિસકોલીની મહેનત ફળી 

રામજીએ સ્વીકાર કરી,

દેખાડે છે આજ વિવેક 

રામની નજરે સઘળા એક 


હે..સેતુ બાંધી લંકા જાય 

રાવણનો ત્યાં વધ કરાય,

વિભીષણ ત્યાં રાજ કરે 

રામસીતાજી અવધ ફરે 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ

 

હે..રુડી રીતે રાજ્ય થાય 

પશુપંખીનો ન્યાય કરાય,

ધોબી કેરી સુણી વાત 

સીતાને દીધો વનવાસ 


હે..જીવતો બ્રાહ્મણ પુત્ર કરે 

યજ્ઞ અશ્વમેઘ કરે,

દાનવ કેરો કરી સંહાર 

ભક્તોની કીધી છે વહાર 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ


હે..વર્ણન શું હું કરું કિરતાર 

મૂઢ મતિ હું બાળ ગમાર,

કામ ક્રોધ લોભને મારો તીર 

બોલો જ્યજ્યજ્ય રઘુવીર 


હે..રામ બાવની જે કોઈ ગાય 

પુનિત પાવન તે થઈ જાય,

તાપ ત્રિવિધ તન મનના જાય 

તે રામજી રૂપ થઇ જાય 


જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ

જય હો જય હો જય સીતારામ 

જય હો જય હો જય સીતારામ




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)