Radhaji Nu Zanzariyu Lyrics in Gujarati | રાધાજીનું ઝાંઝરીયુ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Radhaji Nu Zanzariyu Lyrics in Gujarati

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ

માતાજીએ પગમાં પેરાવ્યું રે

રાધાજીનું ઝાંઝરીયુ

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ



સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું

સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું

રાધા રાણી પાણી ચાલ્યા રે

રાધાજીનું ઝાંઝરીયુ


વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા

વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા

ઝાંઝર જળમાં પડિયું રે

રાધાજીનું ઝાંઝરીયું

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ


ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી

ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી

સૈયરો છાના રાખે રે

રાધાજીનું ઝાંઝરીયું


હસતા રે હસતા પ્રભુજી પધાર્યા

હસતા રે હસતા પ્રભુજી પધાર્યા

કેમ રુવો રાધા રાણી રે

રાધાજીનું ઝાંઝરીયું

રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)