કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ
વનરાવન રે બોલાવે
કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ
વનરાવન રે બોલાવે
હો રાસ રે ભુલાયો કાન્હા
સૂર રે રેલાયો કાન્હા
રાસ રે ભુલાયો મીઠો
સૂર રે વેરાયો
તુ તો કીધા વિન ચાલી ગયો શ્યામ હો
વનરાવન રે બોલાવે
કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ
વનરાવન રે બોલાવે
છોડી લીલો છાંયડો શું કામ
ગયો કોરા રંગાઇ ને તીર
તારા તે વિજોગમાં હો શ્યામ
ખારા થયા જમના ના નીર
ધોળા દરિયાના તીર
કાળા જમુનાના નીર
એવા વચ માં છે રાધા કેરી નાર હો
હજુ દિન રાત કાન્હા જુવે તારી વાટ કાન્હા
હજુ દિન રાત ઘેલી જુવે તારી વાટ
હજુ ઘેલી તું એને ના તલાશ
ઓ વનરા વન તે બોલાવે
કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ
વનરાવન રે બોલાવે
મીઠી મીઠી મોરલીનો નાદ આવ્યો
શ્યામ આયો રે મારો શ્યામ
આયો રે શ્યામ
દીઠી દીઠી રાધા ને સુવાંગ રમે
શ્યામ રમે રે રાધા શ્યામ
હો ઉગ્યો ચોકમાં ઉજાસ
જાંખુ ચાંદાનું આકાશ
પૂરી થાશે સૌ ની આશ
જાગ્યો રૂવે રૂવે રાસ
રમે શ્યામ રમે રે રાધા શ્યામ
ઓ વાજે અનહદ નાદ
ગૂંજે અંતરમાં સાદ
આજે પ્રેમ ની સુવાસ
જાગ્યો રોમે રોમે રાસ
રમે શ્યામ જામ્યો રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ