Jiv Sane Fare Chhe guman Ma Gujarati Lyrics | જીવ શાને ફરે છે ગુમાનમાં ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Jiv Sane Fare Chhe guman Ma Gujarati Lyrics

જીવ શાને ફરે છે ગુમાનમાં,

તારે રહેવું ભાડાના મકાનમાં,


તને મળીયું મકાન કર્યા રંગ રોગાન,

જાણે કાયમનું લીધું વેચાણમાં, ..તારે રહેવું 


કરે એવો રુવાબ જાણે મોટો નવાબ,

કાળ આવી કહેશે તારા કાનમાં, ..તારે રહેવું 


થાશે હુકમનામું નહિ ચાલે કોઈ બહાનું,

તારું ડહાપણ નહિ આવે કામમાં, ..તારે રહેવું 


માટે ચેતીને ચાલો કરો હરિને વહાલો,

તને સંતો સમજાવે સાનમાં, ..તારે રહેવું 


જીવ શાને ફરે છે ગુમાનમાં,

તારે રહેવું ભાડાના મકાનમાં,




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)