Jay Sadguru Swami Aarti Gujarati Lyrics | જય સદ્‌ગુરુ સ્વામી આરતી લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Jay Sadguru Swami Aarti Gujarati Lyrics

જય સદ્‌ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્‌ગુરુ સ્વામી,

સહજાનંદ દયાળું, બળવંત બહુનામી... જય꠶


ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,

ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય꠶


નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુધારી,

પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય꠶


નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,

અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય꠶


પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,

કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય꠶


આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,

મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી... જય꠶




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)