Ganga Utpatti in Gujarati Lyrics । ગંગા ઉત્પતિ ગુજરાતી લિરિક્સમાં

Bhargav
0

Ganga Utpatti in Gujarati Lyrics

Ganga Utpatti in Gujarati Lyrics । ગંગા ઉત્પતિ ગુજરાતી લિરિક્સમાં


ગંગા ઉત્પતિ તમે સાંભળો રે, ગાવો ગંગાજી ના ગુણ મારા વાલા.

સગર રાજા એ યજ્ઞ આદર્યો રે, ઇન્દ્ર ને ચિંતા થાય મારા વાલા.


અશ્વ ને છુટો મેલ્યો રે, ઇન્દ્ર પકડવા જાય મારા વાલા.

કપિલ મુની ના આશ્રમે રે, અશ્વ ને બાંધ્યો ત્યાં મારા વાલા.


સાઠ હજાર પુત્ર દોડીયા રે, અશ્વ ને ગોતવા જાય મારા વાલા.

કપિલ મુની ના આશ્રમે રે, અશ્વ ને દીઠો મારા વાલા.


કપિલ મુની એ નેત્ર ખોલ્યા રે, સાઠ હજાર ભસ્મ થાય મારા વાલા.

અવર ગતિ ને પામીયા રે, રણ માં પ્રેત થાય મારા વાલા.


રાય ઋષિ ને વિનવે રે, કંઈક બતાવો ઉપાય મારા વાલા.

સ્વર્ગ થી ગંગાજી કોઈ લાવશે રે, તારા પિતૃ ને તૃપ્તિ થાય મારા વાલા.


અશ્રુમાન દિલીપે તપ આદર્યા રે, ન રીઝ્યા ગંગાજી માત મારા વાલા.

ત્રણ ત્રણ પેઢી એ તપ કર્યા રે, ન આવ્યા ગંગાજી માત  મારા વાલા.


ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે, કઠણ કર્યું તપ મારા વાલા.

ભગીરથે શિવજી ને આરાધ્યા રે, રીઝ્યા છે ઉમિયા ના માત મારા વાલા.


પિતૃ તૃપ્તિ ને કારણ રે, તમે અર્પો ને ગંગા માત મારા વાલા.

વિષ્ણુ દેવ તમને આપશે રે, ધરો વિષ્ણુ નું ધ્યાન મારા વાલા.


ભગીરથે બેઉ કર જોડિયા રે, રીઝ્યા લક્ષ્મી ના નાથ મારા વાલા.

ચરણ માંથી પ્રગટ થયા રે, પ્રગટ થયા ગંગા માત મારા વાલા.


ગંગાજી કહે હું તો ઉતરું રે, પૃથ્વી પાતાળ માં જાય મારા વાલા.

જીલનારો કોઈ મળશે રે, તમે આવો ને પૃથ્વી માય મારા વાલા.


ભોલાનાથ કહે અમે ઝીલશું રે, ઝીલશું જટા ની માંય મારા વાલા.

ગંગાજી ને ગર્વ થયો રે, સમાણા જટાની માંય મારા વાલા.


ગંગાજી મુંઝાઈ ગયા રે, અટવાણા જટા ની માંય મારા વાલા.

ભગીરથે બેઉ કર જોડિયા રે, આવો ને ગંગા માત મારા વાલા.


ગંગાજી નો ગર્વ ઉતર્યો રે, છોડી છે એક લટ મારા વાલા.

ખળખળ જળ વહેવા લાગ્યા રે, નીકળી છે ત્રણ ધાર મારા વાલા.


આગળ ભગીરથ ચાલ્યા રે, પાછળ ગંગા માત મારા વાલા.

જંગવાઋષિ નો આશ્રમ આવ્યો રે, ખસો ખસો ને ઋષિ મારા વાલા.


ભગીરથ ને ગર્વ થયો રે, ઋષિ આચમન કરી ને પી જાય મારા વાલા.

પિતૃ તૃપ્તિ ને કારણે રે, તમે આપો ને ગંગાજી માત મારા વાલા.


સાથળ માં થી પ્રગટ થયા રે, તાર્યા છે પિતૃ તમામ મારા વાલા.

પરીયા ના પરીયા તાર્યા રે, વિમાન માં બેસી જાય મારા વાલા.


ધન્ય ધન્ય ભગીરથ રાજા રે, તમે લાવ્યા છો ગંગાજી માત મારા વાલા.

ગંગોત્રી થી પ્રગટ થાય રે, ત્યાંથી ગંગાસાગર માં જાય મારા વાલા.


ગંગા ઉત્પતિ કોઈ સાંભળે રે, પિતૃ ને તૃપ્તિ થાય મારા વાલા.

ગાય શીખે ને સાંભળે રે, નિત્ય ગંગાજી માં ન્હાય મારા વાલા.



આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)