Ganesh Thal Lyrics in Gujarati । ગણેશ થાળ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0
Ganesh Thal Lyrics in Gujarati

Ganesh Thal Lyrics in Gujarati । ગણેશ થાળ લિરિક્સ ગુજરાતીમાં


જમવાં આવોને ગજાનંદ રે... મારા પ્રેમની થાળી


મેં તો રસોઇ મારાં હાથે બનાવી ..(૨) 

પ્રેમે જમાડું ગજાનંદ રે... મારા પ્રેમની થાળી


ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨)

વિધવિધનાં પકવાન રે… મારાં પ્રેમની થાળી


જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી..(૨) 

આચમન કરોને ગજાનંદ રે... મારા પ્રેમની થાળી


લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨) 

મુખવાસ કરોને ગજાનંદ રે ...મારા પ્રેમની થાળી


અંતરનું આસન આપું અલબેલાં ..(૨) 

બાલકનાં જીવન પ્રાણ રે... મારાં પ્રેમની થાળી


રિદ્ધિ સિદ્ધિનાં સ્વામી ગજાનંદ ..(૨) 

એ તમપર જાવ બલિહાર રે… મારાં પ્રેમની થાળી


જમવા આવોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી 


આ પણ જુઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)