Fulde Sangaru Maa Tari Chundadi Lyrics in Gujarati | ફૂલડે શણગારું માં તારી ચૂંદડી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Fulde Sangaru Maa Tari Chundadi Lyrics in Gujarati

Fulde Sangaru Maa Tari Chundadi Lyrics in Gujarati | ફૂલડે શણગારું માં તારી ચૂંદડી લિરિક્સ ગુજરાતીમાં


ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડાં હે... માં...

ખીલ્યો તે અલખને દરબાર રે માં...

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...


ધરમ કરમના ક્યારા બાંધીયા હે... માં...

રુદિયામાં બાંધી માં એ પાળ રે માં...

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...


સત રે રૂપી છોડ જોને વાવીયા હે.. માં...

અમૃતના રેડ્યા માં એ નીર રે માં...

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...


સુદ રે બુધ થી ફૂલ જો ને વીણીયા હે... માં... 

ગંગાજળમાં ધોયા માં મેં ફૂલ રે માં... 

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...


તન મન થી ફૂલ ચડાવ્યા હે... માં...
હવે સ્વીકાર જો અમાર મોરી માં...
પરબે પૂજાડી માંની ચૂંદડી હે... માં... 

ગુરુના પ્રતાપે સતીક્ષણ બોલિયાં હે.. માં...
રાખો અમને સદા તમારી પાસ હે.. માં..

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...

ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...
ફૂલડે શણગારું માં તારી ચૂંદડી હે... માં...


આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)