Eva Sat Sat Devi Lyrics in Gujarati । એવા સાત સાત દેવી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Eva Sat Sat Devi Lyrics in Gujarati

Eva Sat Sat Devi Lyrics in Gujarati । એવા સાત સાત દેવી લિરિક્સ ગુજરાતીમાં


એવા સાત સાત દેવી ને વીરો માનતા,

હે…કોઈ ન આવે કુળદેવીની તોલે રે

કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની…..


કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,

હે…બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રે

કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની…..


હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,

હે…ચોથે માએ માર્યો મહિષાસુર રે,

કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની…


હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,

હે…છઠે માએ સોળ સજ્યા શણગાર રે,

કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની….


હે એવા સાતમે નોરતે માંડી સંચારીયા,

હે…આઠમે માએ પૂરી મનની આશ રે,

માતા,રક્ષા કરો અમારા કુળની….


હે એવા નવમે મા નારાયણી રૂપ છે,

હે…દશમે માએ આરોગ્યા નૈવેદય રે,

કુળદેવી માતા,રક્ષા કરો  અમારા કુળની…..


હે એવા ભક્તો પાયે પડીને વિનવે,

હે….પૂરજો માડી સૌ ભક્તોની આશ રે,

કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની…



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)