Eva Rasila Nain Lyrics in Gujarati | એવા રસીલા નૈન લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Eva Rasila Nain Lyrics in Gujarati

Eva Rasila Nain Lyrics in Gujarati | એવા રસીલા નૈન લિરિક્સ ગુજરાતીમાં


એવા રસીલા નૈન વીણ, બીજે હ્નદય ઘવાય ક્યાં;

ઋણી બનીને આપના, બીજે હવે જવાય ક્યાં..


અરે જો જો અમારી પ્રિતડી, તમે અંત સુધી નિભાવજો;

દ્વાર તમારું છોડીને ,દિવાના દિલડાં જાય ક્યાં..


પ્યાસી તમારાં પ્રેમનાં, આવી ઊભાં છે બારણે;

પ્રેમ સૂરા વિણ હે સનમ, પ્યાસી હ્નદય ધરાય ક્યાં..


તારો મારા હ્નદયમાં વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે;

ગેબી અવાજ થાય છે, દ્વારે દ્વારે અથડાય ક્યાં..


જોયું જગે ફરી ફરી, પાસે મળ્યાં છો શ્રીહરિ;

જ્ઞાની ગુરુ મળ્યાં વિના, “સત્તાર” યોગ થાય ક્યાં…



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)