Ekj De Chingari Lyrics in Gujarati । એક જ દે ચિનગારી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ekj De Chingari Lyrics in Gujarati

Ekj De Chingari Lyrics in Gujarati । એક જ દે ચિનગારી લિરિક્સ ગુજરાતીમાં


એક જ દે ચિનગારી મહાનલ

એક જ દે ચિનગારી... ꠶ટેક


ચકમક લોઢું ઘસતાં ખરચી જીંદગી સારી,

જામગરીમાં તણખો ન પડ્યો

ન ફળી મહેનત મારી... મહાનલ꠶ ૧


ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી,

ના સળગી એક સગડી મારી

વાત વિપતની ભારી... મહાનલ꠶ ૨


ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજી મારી,

વિશ્વાનલ હું અધિક ન માગું

માગું એક ચિનગારી... મહાનલ꠶ ૩



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)