Ekj Arman Che Mane Lyrics in Gujarati । એક જ અરમાન છે મને લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ekj Arman Che Mane Lyrics in Gujarati

Ekj Arman Che Mane Lyrics in Gujarati । એક જ અરમાન છે મને લિરિક્સ ગુજરાતીમાં 


એક જ અરમાન છે મને

મારું જીવન સુગંધી બને... ꠶ટેક


ફૂલડાં બનું કે ભલે ધૂપસળી થાઉં

આશા છે પૂજાની સામગ્રી થાઉં

ભલે કાયા આ રાખ થઈ શમે... ꠶ ૧


તડકા છાયા કે વાય વર્ષાના વાયરા

તોયે કુસુમો કદી ન કરમાયા

ઘાવ ખીલતાં ખીલતાંય ખમે... ꠶ ૨


જગની ખારાશ બધી ઉરમાં સમાવે

તોયે સાગર મીઠી વર્ષા વરસાવે

સદા ભરતી ને ઓટમાં રમે... ꠶ ૩


વાતાવરણમાં સુગંધ ન સમાતી

જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી

પ્રભુ કાજે ઘસાવું ગમે... ꠶ ૪


ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું

ના જગમાં કાર્ય કોઈ એથી અદકેરું

માર્ગ તેથી પ્રભુનો ગમે... ꠶ ૫




આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)