Ek Taro Sath Bhajan Lyrics in Gujarati | એક તારો સાથ ભજન લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ek Taro Sath Bhajan Lyrics in Gujarati

Ek Taro Sath Bhajan Lyrics in Gujarati | એક તારો સાથ ભજન લિરિક્સ ગુજરાતીમાં


એક તારો સાથ..

એક તારો સાથ મેં તો જીંદગીભર માંગ્યો છે

એક તારો સાથ.. (૨)

એક તારો સાથ મેં તો જીંદગીભર માંગ્યો છે

એક તારો સાથ.. 

એક તારો સાથ મેં તો જીંદગીભર માંગ્યો છે મને નેડો તારો લાગ્યો છે

એક તારો સાથ.. 


હે દયાસાગર દયા કરી મુજ પર તેં માનવ મુજને બનાવ્યો (૨)

તેં દીધું ભોજન તેં દીધું પાણી તું વિશ્વંભર કહેવાયો (૨)

હું ભૂલ્યો તુજને.. 

હું ભૂલ્યો તુજને છતાં તેં મને ના વિસાર્યો છે 

હું ભૂલ્યો તુજને.. 

હું ભૂલ્યો તુજને છતાં તેં મુજને ના વિસાર્યો છે

મને નેડો તારો લાગ્યો છે

એક તારો સાથ.. 

એક તારો સાથ મેં તો જીંદગીભર માંગ્યો છે એક તારો સાથ.. 


મોહમાયાના કાદવમાં લપસું ના પકડજે હાથ મારો (૨)

"મુકેશ" હૈયેથી તારી હામ ખૂટે ના તું સાગર હું છું કિનારો (૨)

તારા ભજનનો નાદ 

તારા ભજનનો નાદ મારા રોમે રોમે જાગ્યો છે 

તારા ભજનનો નાદ.. 

તારા ભજનનો નાદ મારા રોમે રોમે જાગ્યો છે 

મને નેડો તારો લાગ્યો છે એક તારો સાથ..


એક તારો સાથ.. 

એક તારો સાથ મેં તો જીંદગીભર માંગ્યો છે મને નેડો તારો લાગ્યો છે

એક તારો સાથ..




આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)