Ek Din Javu Hari Na Dham Ma Lyrics Gujarati । એક દિન જાઉં હરિના ધામમાં લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Ek Din Javu Hari Na Dham Ma Lyrics Gujarati

Ek Din Javu Hari Na Dham Ma Lyrics Gujarati । એક દિન જાઉં હરિના ધામમાં લિરિક્સ ગુજરાતી


એક દિન જાઉં હરિના ધામમાં (૨),

ચેતીને ચાલો સંસારમાં (૨) .. એક દિન જાઉં


જોજો એ દિવસ ઓચિંતો આવશે (૨),

રહેજો ગોવિંદના ગાનમાં (૨) .. એક દિન જાઉં


તેની ખબર સંદેશો નહિ આવે (૨),

નહિ તાર કે ટપાલમાં (૨) … એક દિન જાઉં


લેશે જવાબ ત્યાં પુણ્ય ને પાપનો (૨),

સમજીને લેજો ધ્યાનમાં (૨) .. એક દિન જાઉં


મારા-મારા જેને માની રહ્યા છો (૨),

કોઈ નહિ આવે કામમાં (૨) ..  એક દિન જાઉં


ભાથુ ભક્તિનું સાથે લઇ લેજો (૨),

જોજો ન ભૂલતા બેભાનમાં (૨) .. એક દિન જાઉં


દાસના દાસની એકજ છે વિનતી (૨),

રાખોને ચિત્ત રાધેશ્યામમાં (૨) .. એક દિન જાઉં



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)