Dhuni Re Dhakhavi Lyrics in Gujarati । ધૂણી રે ધખાવી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Dhuni Re Dhakhavi Lyrics in Gujarati

Dhuni Re Dhakhavi Lyrics in Gujarati । ધૂણી રે ધખાવી લિરિક્સ ગુજરાતીમાં


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

હરીના એ નામની રે અલખના એ ધામની


ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો

તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો

હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની


કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી

કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી

હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

હરીના એ નામની રે અલખના એ ધામની



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)