Dhanya Ekadashi Lyrics in Gujarati । ધન્ય એકાદશી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Dhanya Ekadashi Lyrics in Gujarati

Dhanya Ekadashi Lyrics in Gujarati । ધન્ય એકાદશી લિરિક્સ ગુજરાતીમાં

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

મારે  એકાદશી  નું  વ્રત  કરવું છે,  મારે  ધ્યાન  હરિ નું ધરવું છે 

મારે વ્રજ ભૂમિ માં જય વસવું છે...

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

મારે એકાદશી નું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવન ને પ્યારું છે

એ તો પ્રભુ પદ માં લઈ જનારું છે...

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

મારે  ગંગા   ઘાટે   જાવું   છે,  મારે   જમુનાજી   માં   નાહવું  છે 

મારે ભવસાગર તરી જવું છે...

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

જેણે  એકાદશી ના  વ્રત  કીધા છે, તેના  પાંચ  પદાર્થ  સીધા છે 

તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે...

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

મારે  દ્વારિકા  પુરી  માં  જવું  છે,  મારે  ગોમતીજી  માં  નાહવું છે 

મારે રણછોડ રાય ને નીરખવા છે...

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

આ પણ જુઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)