Che Shakti Kero Sath Lyrics in Gujarati । છે શક્તિ કેરો સાથ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Che Shakti Kero Sath Lyrics in Gujarati

Che Shakti Kero Sath Lyrics in Gujarati । છે શક્તિ કેરો સાથ લિરિક્સ ગુજરાતીમાં


છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ બહે દિન-રાત,

ડાક-ડમરુંના ડમડમાટ, શંખના નાદ કરે છે વાત      

શિવ ને ભજો જીવ દિન રાત..


કાર્તિક-ગણેશ શિવના બાળ, ઉમિયા અર્ધાંગીની નાર,

દશાનન ભજે શિવના નામ, તેઓ પણ કરે છે એકજ વાત, 

શિવ ને ભજો જીવ દિન રાત...


શિવજી શોભે છે કૈલાશ, ત્યાં વસે દેવો-ઋષિ-રાજ,

ચારણો નંદી ચરાવે ત્યાંજ, કરે છે ચાર વેદ ની વાત,

શિવ ને ભજો જીવ દિન રાત...


કરે છે શિવજી તાંડવ નાચ, દિગપાળો ના જુકતા હાથ,

જોઇને દેવો ફફડે આજ, ભોળા ને વિનવે બેઉ હાથ,

શિવ ને ભજો જીવ દિન રાત...


હરિ ઓમ હરહરના જ્યાં નાદ, શશી-ભાણ ઉગે દિન-રાત,

તુજ વિણ દીપ પ્રદીપની વાત, શિવ છો કણ કણમાં હૈયાત,

શિવ ને ભજો જીવ દિન રાત...



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)