Chandaliyo Ugyo Re Lyrics in Gujarati । ચાંદલિયો ઉગ્યો રે લિરિક્સ ગુજરાતીમાં
આઘે આઘેથી મનની ડેલીએ
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કહેણ
ચાંદલિયો ઉગ્યો રે
ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે
હું તો શમણાંએ આંજું નેણ
ચાંદલિયો ઉગ્યો રે
ઓલી આંકેલી નદીયું હાથમાં
ઓલી આંકેલી નદીયું હાથમાં
એના મહેંદી એ વાળ્યાં વહેણ
ચાંદલિયો ઉગ્યો રે
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કહેણ
ચાંદલિયો ઉગ્યો રે
કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી મને
જાગતી મેલીને જાય રાતો
ચાખી છે મેં તો કાંઈ કોને કહું રે બાઈ
કેવી તે લુંમઝુમ વાતો
જાણે સોને મઢયા મારા દિવસો બધા
એને રૂપેરી આપ્યા રેણ
ચાંદલિયો ઉગ્યો રે
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કહેણ
ચાંદલિયો ઉગ્યો રે
આ પણ જુઓ: