Bahu Punya Kera Lyrics Gujarati । બહુ પુણ્ય કેરા લિરિક્સ ગુજરાતી

Bhargav
0
Bahu Punya Kera Lyrics Gujarati

Bahu Punya Kera Lyrics Gujarati । બહુ પુણ્ય કેરા લિરિક્સ ગુજરાતી


બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,

તોયે અરે! ભવચક્રનો,  આંટો નહિ  એકે  ટળ્યો;

સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,

ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો? ...૧


લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો?

શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો;

વધવાપણું  સંસારનું   નર  દેહને  હારી  જવો,

એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો!! ...૨


નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,

એ  દિવ્ય  શક્તિમાન,  જેથી  જંજીરેથી  નીકળે;

પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,

એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ...૩


હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?

કોના સંબધે વળગણા  છે? રાખું કે એ પરહરું?

એના  વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે  જો  કર્યા,

તો સર્વ આત્મિક જ્ઞાનનાં  સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ...૪


તે પ્રાપ્ત કરવા વચન  કોનું સત્ય કેવળ માનવું?

નિર્દોષ નરનું કથન માનો  ‘તેહ’ જેણે અનુભવ્યું;

રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો,

સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ...૫



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)