Aaj Ni Ghadi Radiyamni Lyrics in Gujarati | આજની ઘડી રળિયામણી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Aaj Ni Ghadi Radiyamni Lyrics in Gujarati

Aaj Ni Ghadi Radiyamni Lyrics in Gujarati | આજની ઘડી રળિયામણી લિરિક્સ ગુજરાતીમાં


આજની ઘડી તે રળિયામણી,

હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે તરીયા તોરણ તે બંધાવિયા,

હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયાં જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે લીલુડા વાંસ વઢાવિયા,

હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી પૂરો સોહાગણ સાથિયો,

હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે જમુનાના નીર મંગાવિયે,

હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે સહુ સખીઓ મળીને વધાવીયે,

હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે તન-મન-ધન ઓવારિયે,

હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે,

આજની ઘડી તે રળિયામણી,


જી રે રસ વાધ્યો છે અતિ  મીઠડો.

હે મેં તા નરસિંહનો સ્વામિ દીઠડો જી રે,

આજની ઘડી તે રળિયામણી,


-નરસિંહ મહેતા


Aaj Ni Ghadi Radiyamni English Lyrics in English


aajni ghadi te raliyamani,

ha re maro vhaloji aavyani vadhamani ji re,

aajni ghadi te raliyamani,


ji re tariya toran te bandhaviya,

he mara vhalajine motide vadhaviya ji re,

aajni ghadi te raliyamani,


ji re liluda vaas vadhaviya,

ha re vhalajino mandap rachaviye ji re,

aajni ghadi te raliyamani,


ji puro sohagan sathiyo,

he maro vhalo aave malapto hathiyo ji re,

aajni ghadi te raliyamani,


ji re jamunana nir mangaviye,

he mara vhalajina charan pakhaliye ji re,

aajni ghadi te raliyamani,


ji re sahu sakhiyo maline vadhaviye,

he mara vhalajini aarti utariye ji re,

aajni ghadi te raliyamani,


ji re tan-man-dhan ovariye,

he mara vhalajini aarti utariye ji re,

aajni ghadi te raliyamani,


ji re ras vaadhyo chhe ati mithado,

he mehta narsihno swami dithdo ji re,

aajni ghadi te raliyamani,


- Narsih Mehta



આ પણ જૂઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)