75 Paghdi Lyrics in Gujarati | પિંચોતેર પાઘડી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

75 Paghdi Lyrics in Gujarati

75 Paghdi Lyrics in Gujarati | પિંચોતેર પાઘડી લિરિક્સ ગુજરાતીમાં


પિંચોતેર પાઘડી નમે રે, અકબરના એક હુકમે રે (ર)

અણનમ્યો એક આજીવન એકલિંગજીનો એક આરાધો રે…


આવો વટ રાખ્યો રાણા (ર)

આવો વટ રાખ્યો રાણા રે….


માઠી મેવાડની હાલે રે …

માઠી મેવાડની હાલે રે, હામુ એની કોઇ નો હાલે રે (ર)

ઝુકાવી માથું નો હાલે એકલિંગજીનો એક આરાધો રે…


આવો વટ રાખ્યો રાણા (ર)

આવો વટ રાખ્યો રાણા રે…


ચેતકનો એક અસવારો રે…

ચેતકનો એક અસવારો રે, ઊભા હાથી હણનારો (ર)

ધ્રુજાવે રાજ દિલ્લીના એકલિંગજીનો એક આરાધો રે…


આવો વટ રાખ્યો રાણા (ર)

આવો વટ રાખ્યો રાણા રે…


મર્યો એક મૌનની હારે રે…

મર્યો એક મૌનની હારે રે, એવું કુલદિપ વિચારે રે (ર)

અટક્યો બસ એકતા વિના એકલિંગજીનો એક આરાધો રે…


આવો વટ રાખ્યો રાણા (ર)

આવો વટ રાખ્યો રાણા રે…


હે… પિંચોતેર પાઘડી નમે રે…




આ પણ જૂઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)