12 Jyotirling Gujarati Aarti Lyrics | 12 જ્યોતિર્લિંગ ગુજરાતી આરતી લિરિક્સ

Bhargav
0

12 Jyotirling Gujarati Aarti Lyrics

12 Jyotirling Gujarati Aarti Lyrics | 12 જ્યોતિર્લિંગ ગુજરાતી આરતી લિરિક્સ


જય દેવ જય મહાદેવ જય શિવ જુગ સ્વામી,

સમરૂ દ્રાદશ લિંગ (૨) સેવું શિરા નામી,

ૐ હર હર મહાદેવ,

પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો… શિવ

શૈલે શંભુ આપ (૨) મલ્લિકેશ્વર બીજે…ૐ હર હર


ત્રીજે શિવ કેદાર ગંગોદક ગાજે… શિવ

ચોથા શિવ ઓમકાર (૨) રેવા તટ  રાજે…ૐ હર હર


પંચમ પુરવ દેશ,વૈજનાથ વનખ્ંડી… શિવ

છઠ્ઠા શિવ નાગેશ્વર (૨) ધ્યાન ધરી દંડી…ૐ હર હર


સપ્તમ દીન દયાળ,વિશ્વેશ્વર કાશી… શિવ

અષ્ટમ શિવ મહાકાલ (૨) ઉજ્જેનના વાસી…ૐ હર હર


નવમા ભીમશંકર,ભક્તિ અવિચળ આપો… શિવ

દસમા શિવ રામેશ્વર (૨) સેતુબંધ સ્થાપ્યો… ૐ હર હર


ધુશ્મેશ્વર ગુણગ્રામ એકાદશ જ્યોતિ… શિવ

દ્રાદશ ત્રંબકનાથ (૨) ગુરૂમુખ લ્યો ગોતી… ૐ હર હર


દ્રાદશ લિંગની આરતી,જે ભાવે ગાશે… શિવ

ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપતિ થાશે

હર કૈલાશે જાશે ૐ હર હર મહાદેવ



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)