Yamunaji Ni Stuti Lyrics in Gujarati | યમુનાજીની સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Yamunaji Ni Stuti Lyrics in Gujarati

Yamunaji Ni Stuti Lyrics in Gujarati | યમુનાજીની સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં


શ્રી કૃષ્ણના ચરણાર્વિંદની રજ થકી શોભી રહ્યાં,

સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને,

સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,

ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું,

પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો,

વંદન કરૂં શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)


માં, સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં,

ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે,

એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યાં,

ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યાં,

હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હો ..વંદન કરૂં શ્રી યમુનાજીને


શુક મોર સારસ હંસ આદી પક્ષીથી સેવાયેલાં,

ગોપીજનોને સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતાં,

તરંગ રૂપ શ્રીહસ્તમાં રેતી રૂપી મોતી તણાં,

કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે,

નિતમ્બ રૂપ શ્રી તટ તણું અદભૂત દર્શન થાય જો .. વંદન કરૂં શ્રી યમુનાજીને


અનંત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે,

ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું,

વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું,

સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું,

મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા ..વંદન કરૂં શ્રી યમુનાજીને


શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં,

સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા,

એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે,

સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે,

એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો …વંદન કરૂં શ્રી યમુનાજીને


અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી,

યમ યાતના આવે નહિ, માં,  આપના પય પાનથી,

કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીએ અમે આપના,

સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની,

ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો.. વંદન કરૂં શ્રી યમુનાજીને


શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો,

ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો,

જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં,

મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો,

વિરહાર્તિમાં હે માત, મારા હૃદયમાં બીરાજજો… વંદન કરૂં શ્રી યમુનાજીને


હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે,

શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે,

પણ આપની સેવા થકી અદભુત જલ ક્રિડા તણાં,

જલના અણુની પ્રાપ્તિ થાયે, ગોપીજનો ના સ્નેહ થી  

એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો… વંદન કરૂં શ્રી યમુનાજીને


કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો,

નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો,

સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી,

આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી,

જગદીશને વ્હાલા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે ..વંદન કરૂં શ્રી યમુનાજીને


****


Shri Krishna Na Charanarvind Ni Raj Thaki Shobhi Rahya,

Siddhi Alaukik Aapnara Vundu Shri Yamunajine,

Supushpa Ni Suvas Thi Jungle Badhu Meheki Rahyu,

Ne Mand Shital Pavan Thi Jal Pan Sugandhit Thai Rahyu,

Puje Surasur Sneh Thi Vali Sevata Daivi Jivo,

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Maa Suryamandal Chodine Bahu Veg Thi Aavi Rahya,

Tya Kalindi Na Shikhar Upar Shobha Ati Sundar Dise,

Ae Veg Ma Patthar Ghana Harkhaine Uchali Rahya

Ne Aap Pan Ullas Purvak Uchalata Shobhi Rahya,

Hari Het Na Jula Upar Jane Birajya Aap Ho,

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Shuk Mor Saras Hans Aadi Pakshi Thi Sevayela,

Gopijano Ae Sevya Bhuvan Svajan Pavan Rakhta

Tarang Rup Shri Hast Ma Reti Rupi Moti Tana,

Kankan Saras Shobhi Rahya Shri Krishna Ne Bahu Priya Je

Nitamb Rup Shri Tat Tanu Adbhut Darshan Thay Jo,

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Anant Gun Thi Shobhata Stuti Dev Brahma Shiv Kare,

Ghanashyam Jevu Megh Sam Che Swarup Sundar Aapnu ,

Vishuddh Mathura Aapna Sannidhya Ma Shobhi Rahyu,

Sahu Gop Gopi Vrund Ne Icchit Fal Aapi Rahya

Mam Kod Sau Pura Karo Jyam Dhruv Parashar Na Karya

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Shri Krishna Na Charano Thaki Shri Jahnavi Utpanna Thaya,

Satsang Pamya Aapno Ne Siddhidayak Thai Gaya

Evu Mahatmya Che Aapnu Sarakhamani Koi Shu Kare,

Samakaksha Ma Aavi Shake Sagarsuta Ek J Khare

Eva Prabhu Ne Priya Mara Hradaya Ma Aavi Vaso

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Adbhut Charitrya Che Aapnu Vandan Karu Hu Prem Thi,

Yamayatana Aave Nahi Ma Aapana Payapan Thi

Kadi Dushta Hoiye Toy Pan Santan Chiye Ame Aapna,

Sparshe Na Amne Koi Bhaya Chaya Sada Che Aapni

Gopi Janone Prabhu Priya Banya Evi Krupa Bas Rakhajo

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Shri Krishna Ne Priya Aap Cho Mamadeh Sundar Rakhajo,

Bhagavad Lila Ma Thay Priti Sneh Evo Rakhjo

Jyam Aapna Sansarg Thi Gangaji Pushti Ma Vahya,

Mamadeha Man Shri Krishna Ne Priya Thay Eva Rakhajo

Viraharti Ma He Mat Mara Hradaya Ma Birajajo

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Hu Aapani Stuti Shu Karu Mahatmya Aparampar Che,

Shri Laxmi Vishnu Sevavathi Moksh No Adhikar Che

Pan Aani Seva Thaki Adbhut Jalkrida Tana,

Jal Na Anu Ni Prapti Thaye Gopijano Na Sneha Thi

Ae Sneh Nu Sukh Divya Che Man Maru Ema Sthapajo

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo


Koi Sneha Thi Karashe Sada Aa Path Yamunashtaka Tano,

Nishche Prabhu Ne Priya Thashe Ne Nash Thashe Pap No

Siddhi Sakala Malashe Ane Shri Krishna Ma Vadhashe Priti,

Anand Sagar Umatashe Ne Svabhava Pan Jashe Jiti

Jagadish Ne Vahala Amara Vallabhadhish Ucchare

Vandan Karu Shri Yamunajine Shri Krishna Aashraya Aapjo



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)