Yamuna Jal Ma Kesar Gholi Lyrics in Gujarati | યમુના જળમાં કેસર ઘોળી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Yamuna Jal Ma Kesar Gholi Lyrics in Gujarati

Yamuna Jal Ma Kesar Gholi Lyrics in Gujarati | યમુના જળમાં કેસર ઘોળી લિરિક્સ ગુજરાતીમાં


યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા,
હલવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા, યમુના જળમાં...

અંગો લુંછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં,
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં, યમુના જળમાં...

કુમકુમ કેરુ તિલક સજાવું પ્રીતમ તારા ભાલમાં,
અલબેલી આંખોમા આંજુ અંજન મારા વ્હાલમાં, યમુના જળમાં... 

હસતી જાઉ વાટે ઘાટે નાચી ઉઠું તાનમાં,
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં, યમુના જળમાં... 

પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં,
કંઠે માળા કાને કુંડળ ચોરે ચીતડું ચાલમાં, યમુના જળમાં...

મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં,
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાંઉ તારા વ્હાલમા, યમુના જળમાં... 

દુધ-કટોરી ભરીને આપું પીઓને મારા શામળા,
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા, યમુના જળમાં...


આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)