Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati | વૈષ્ણવ જન તો તેને કહિયે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati

Vaishnav Jan To Tene Kahiye Lyrics in Gujarati | વૈષ્ણવ જન તો તેને કહિયે લિરિક્સ ગુજરાતીમાં


વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે;

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે;

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે;

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શુ તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે;

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યાં રે;



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)