Tali Pado To Mara Ramni Lyrics Gujarati | તાળી પાડો તો મારા રામની Lyrics ગુજરાતીમાં

Bhargav
0
Tali Pado To Mara Ramni Lyrics Gujarati

“તાળી પાડો તો મારા રામની” એક લોકપ્રિય ગુજરાતી ધૂન છે જે ભગવાન રામની ભક્તિમાં ગવાય છે. આ ધૂન દ્વારા ભક્તો ભગવાન રામની સ્મૃતિમાં એકાગ્ર થઈને પોતાના અંતરાત્મા સુધી પોહોંચવાની કલાને વર્ણવે છે. 


આ ધૂનમાં વિવિધ વયના દિવ્ય પુરુષો જેમ કે પ્રહલાદ, મીરાબાઈ, શબરી, સુદામા અને અન્યોની કથાઓ દ્વારા ભગવાન સાથેના મિલનની વાતો કરી છે. આ ધૂન ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે, અને તે લોકોને ભગવાન રામની યાદમાં તાળી પાડવાનું આહ્વાન કરે છે.


આ ધૂન ગુજરાતી ભક્તિ સંગીતનો એક અભિન્ન ભાગ છે અને તેને ઘણાં ભક્તો દ્વારા ગવાય છે અને સાંભળવામાં આવે છે.

Tali Pado To Mara Ramni Lyrics Gujarati | તાળી પાડો તો મારા રામની Lyrics ગુજરાતીમાં


તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો,
વાતુ કરો તો મારા રામ ની રે, બીજી વાતું ના હોય જો,
સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો....

બચપણ બચપણ માં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો,
બચપણ માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તાળી પાડો તો....

યુવાની યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો,
યુવાની માં મીરા બાઈ ને શામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. તાળી પાડો તો....

ઘડપણ ઘડપણ ઘણો ફેર છે રે, ઘડપણ કોને ઘડપણ કહેવાય જો,
ઘડપણ માં શબરી બાઈ ને રામ મળ્યા રે, એને ઘડપણ કહેવાય જો. તાળી પાડો તો....

ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો,
ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંદ કહેવાય જો. તાળી પાડો તો....

દુશમન દુશમન ઘણો ફેર છે રે, કોને દુશમન કહેવાય જો,
દુશમન માં રાવણ ને રામ મળ્યા રે, એને દુશમન કહેવાય જો. તાળી પાડો તો....

નીતિ નીતિ માં ઘણો ફેર છે રે, નીતિ કોને કહેવાય જો,
નીતિ માં વિદુરજી ને ક્રિષ્ના મળ્યા રે, એને નીતિ કહેવાય જો. તાળી પાડો તો....

મરણ મરણ માં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો,
મરણ માં જટાયુ ને રામ મળ્યા રે, એને મરણ કહેવાય જો. તાળી પાડો તો....

સેવા સેવા માં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો,
સેવા માં હનુમાન ને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. તાળી પાડો તો....

તાળી પાડો તો મારા તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો,
વાતુ કરો તો મારા રામ ની રે, બીજી વાતું ના હોય જો,
સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો....


આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)