Pap Taru Prakash Jadeja Lyrics in Gujarati | પાપ તારું પ્રકાશ જાડેજા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Pap Taru Prakash Jadeja Lyrics in Gujarati

Paap Taru Prakash Jadeja Lyrics in Gujarati | પાપ તારું પ્રકાશ જાડેજા લિરિક્સ ગુજરાતીમાં


પાપ તારું પ્રકાશ જાડેજા,

ધરમ તારોં હંભાળ રે જી…

તારી બેડલી ને ડુબવા નહિ દીયે,

તારી નાવડી ને ડુબવા નહિ દીયે;

જાડેજા રે, આમ તોરલ કે છે જી…

એ જી રે એમ તોરલ કે છે જી…


હે… હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી,

હરણ હણ્યાં લખ ચાર રે;

આ વન ના રે મોરલા મારિયા,

મેં વન ના રે મોરલા મારિયા;

તોળાંદે રે, એમ જેસલ કે છે જી…

અરે રે રે એમ જાડેજો કે છે જી...   પાપ તારું...


હે… તોડી સરોવર પાળ સતી મેં,

તોડી સરોવરયાની પાળ રે;

ગો ધન તરસ્યા વાડિયા,

મેં તો ધન તરસ્યા વાડિયા;

તોળાંદે રે, આમ જાડેજો કે છે જી…

અરે રે રે એમ જેસલ કે છે જી…  પાપ તારું...


હે… લૂંટી કુંવારી જાન એ તોળાંદે,

લૂંટી કુંવારી જાન સતી મેં,

લૂંટી કુંવારી જાન રે;

સાત વિસુમોડ બંધા મારી નાખ્યા,

અર રે રે હાત વિસ વરરાજાને મારિયા;

તોળાંદે રે, એમ જેસલ કે છે જી…

અરે રે રે જાડેજો કે છે જી…   પાપ તારું...


એ પુણ્યે પાપ ઠેલાય, જાડેજા રાજા,

પુણ્યે પાપ ઠેલાય રે જી…

તારી બેડલીને બૂડવા નહિ દીયે,

તારી બેડલીને બૂડવા નહિ દીયે,

જાડેજા રે આમ તોરલ કે છે જી…

એ જી એમ તોરલ કે છે જી...   પાપ તારું...


એ… જેટલા માથાના વાળ સતી મારે,

જેટા મથે જા વાળ રે;

એટલા કરમ મેં કર્યા,

એટલા પાપ દુનિયામાં મેં કર્યા;

તોળાંદે રે, એમ જેસલ કે છે જી…

અરે રે રે જાડેજો કે છે જી… પાપ તારું...


બોલ્યા રે જેસલ રાય તોળાંદે,

બોલ્યા રે જેસલરાય તોળાંદે,

બોલ્યા રે જેસલરાય રે;

તમે રે તર્યા ને મને તારજો,

તમે તર્યા ને મને તારજો;

તોળાંદે રે, એમ જેસલ કે છે જી…

ઓ જી રે એમ જાડેજો કે છે જી…

જેસલ કે છે જી…  પાપ તારું...


એ જોને કોઈ કરે તંબૂરાનો તાર રે,

કોઈ કરે તંબૂરાનો તાર;

અને બીજી પાપી તલવાર,

એવા એક રે વ્રજ થી દોનો ઉપજ્યાં;

એ તોયે એનો મેડ રે મળે નહિ લગાર....  પાપ તારું...




આ પણ જૂઓ:


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)