Mukti Male Ke Na Male Lyrics in Gujarati | મુક્તિ મળે કે ના મળે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Mukti Male Ke Na Male Lyrics in Gujarati

Mukti Male Ke Na Male Lyrics in Gujarati | મુક્તિ મળે કે ના મળે લિરિક્સ ગુજરાતીમાં


મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે,


મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,

શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે ।।૧।।

મુક્તિ મળે કે ના મળે…


આવે જીવનમાં તડકા ને છાંયા, સુખ દુઃખના પડે ત્યાં પડ્છાયા,

કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે ।।૨।।

મુક્તિ મળે કે ના મળે…


હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,

સંસારને હું છોડી શકું, એવી યુક્તિ મારે કરવી છે ।।૩।।

મુક્તિ મળે કે ના મળે…


મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે,




આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)