Meto Sidh Re Jani Ne Lyrics in Gujarati | મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Meto Sidh Re Jani Ne Lyrics in Gujarati

Meto Sidh Re Jani Ne Lyrics in Gujarati | મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા લિરિક્સ ગુજરાતીમાં


મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,

મારા રુદીયામાં દિવસ અને રાત;

હે જીવણ ભલે ને જાગીયા.


મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા,

પાટે પધાર્યા નકલંક દેવીદાસ;

હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...



મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા,

પાટે પધાર્યા અમર દેવીદાસ;

હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...


સખીયું સામૈયાં કરોને મારા નાથનાં,

મંગળ ગુણલા અમર માનાં ગવાય;

હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...


એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને,

આનંદ રુડો રે ઉરમાં વરતાય;

હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...


ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા,

તમારા સેવકોને ચરણોમાં રાખો રે;

હે જીવણ ભલે ને જાગીયા.......


મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,

મારા રુદીયામાં દિવસ અને રાત;

હે જીવણ ભલે ને જાગીયા.



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)