Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati | મંદિર તારું વિશ્વ રૂપાળું લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati | મંદિર તારું વિશ્વ રૂપાળું લિરિક્સ ગુજરાતીમાં


મંદિર તારું વિશ્વ રૂપાળું,

સુંદર સરજનહારા રે;

પળ પળ તારાં દર્શન થાયે,

દેખે દેખણહારા રે… મંદિર તારું..


નહિ પૂજારી નહિં કો દેવા,

નહિ મંદિરને તાળાં રે;

નીલ ગગનમાં મહિમા ગાતા,

ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું..


વર્ણન કરતાં શોભા તારી,

થાક્યા કવિગણ ધીરા રે;

મંદિરમાં તું ક્યાં છુપાયો,

શોધે બાલ અધીરા રે… મંદિર તારું..


–જયંતીલાલ આચાર્ય



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)