Kanuda Tu Makhan Khava Lyrics Gujarati | કાનુડા તું માખણ ખાવા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Kanuda Tu Makhan Khava Lyrics Gujarati

Kanuda Tu Makhan Khava Lyrics Gujarati | કાનુડા તું માખણ ખાવા લિરિક્સ ગુજરાતીમાં


કાનુડા તું મારા ઘરે આવતો રહેજે રે,

કાનુડા તું મારા ઘરે આવતો રહેજે રે,

ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે.. કાનુડા તું..


મેં તો વ્હાલનું વલોણુ વલોવ્યું તારા માટે રે, 

હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે,

સાથમાં તારા ભેરુડા લાવતો રેજે રે, 

ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે..


મારી આંખડી જુએ છે વાલા વાટ તારી રે,

મારા લાલાના હું વારણા લઉં વારી વારી રે,

પગલે તારા પ્રેમના ફૂલડાં વેરતો રેજે રે,

ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે..


મારા હેતના હિંડોળે લાલા ઝુલતો રાખું રે,

મારા હૈયા કેરો હાર તને માંગ્યો આપું રે, 

મનના માનેલ મોરલી તું બજાવતો રેજે રે, 

ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે..


મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે,

મેં તો નાતો બાંધ્યો છે કાના તારી સાથે રે,

ગોપી સાથે મીઠી વાતો કરતો રેજે રે,

ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે.. કાનુડા તું..



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)