Jeni Kiki Kali Che Lyrics in Gujarati | જેની કિકી કાળી છે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Jeni Kiki Kali Che Lyrics in Gujarati

Jeni Kiki Kali Che Lyrics in Gujarati | જેની કિકી કાળી છે લિરિક્સ ગુજરાતીમાં


જેની કીકી કાળી છે, ને આંખ રૂપાળી છે, (૨)

હો, આદીશ્વરનું મુખ મલકતું, રૂપની પ્યાલી છે,

મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે,

જેની કીકી


મરૂદેવા માઁ હરખાવે… હરખાવે,

પુંડરિક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે,

શેત્રુંજી નદીનાં પાણી… હા પાણી,

લઈ આવે ને, સંઘ તને નવરાવે,

એનાં ઉપર, છાયા કરવા, રાયણ-ડાળી છે

મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…

જેની કીકી


અહીં કહેનારા છે ઝાઝા… હાં ઝાઝા,

સાંભળનારા, એક ઋષભ મહારાજા,

કોઈ વાતો કરતું ગાતું… છલકાતુ,

કોઈ મારા જેવું, આંસુમાં અટવાતું,

સાર કરે, સંભાળ કરે એની પ્રીત નિરાળી છે,

મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…

જેની કીકી


તમે શ્વાસ લઈને બેઠાં… હાં બેઠાં,

પણ મારા તો, શ્વાસ થઈને બેઠાં,

તુજ દ્વાર બજે શહેનાઈ… શહેનાઈ,

મારા હૈયાની, ઋષભ સંગ સગાઈ,

ઋષભ-કથા તો, “ઉદયરત્ન" ને, વ્હાલી વ્હાલી છે,

મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…


જેની કીકી કાળી છે, ને આંખ રૂપાળી છે, (૨)

હો, આદીશ્વરનું મુખ મલકતું, રૂપની પ્યાલી છે,



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)