Jay Kana Kala Aarti Lyrics in Gujarati | જય કાના કાળા આરતી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Jay Kana Kala Aarti Lyrics in Gujarati

જય કાના કાળા આરતી એ ભગવાન શ્રી કૃષ્ણની આરતી છે, જે તેમની ભક્તિ અને પૂજામાં ગાઈ અને બજાવાઈ છે. આ આરતી ભક્તોને તેમના ઇષ્ટદેવ સાથે ગાઢ સંબંધ અનુભવવામાં મદદ કરે છે અને તેમના હૃદયમાં ભક્તિની ભાવનાને જાગૃત કરે છે. 

જય કાના કાળાની આરતી દ્વારા, ભક્તો શ્રી કૃષ્ણની લીલાઓને યાદ કરે છે અને તેમની દિવ્યતાને સરાહે છે. તે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે, અને તે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે.

Jay Kana Kala Aarti Lyrics in Gujarati | જય કાના કાળા આરતી લિરિક્સ ગુજરાતીમાં


ઓમ જય કાના કાળા,
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા (2)
ગોપી ના પ્યારા …
ઓમ જય કાના કાળા

કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન (2)
ચીત ચોરી લીધા …
ઓમ જય કાના કાળા

નંદ યશોદા ઘેર વૈકુઠ ઉતારી
પ્રભુ વૈકુઠ ઉતારી
કાલીયા મર્દન કીધો (2)
ગાયો ને ચારી… .
ઓમ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે (2)
પુનિત ગુણ ગાવે …
ઓમ જય કાના કાળા


આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)