Bhulo Bhale Biju Badhu Lyrics in Gujarati | ભૂલો ભલે બીજું બધું લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Bhulo Bhale Biju Badhu Lyrics in Gujarati

Bhulo Bhale Biju Badhu Lyrics in Gujarati | ભૂલો ભલે બીજું બધું લિરિક્સ ગુજરાતીમાં


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ;


પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ;


કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ;


લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ;


લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ;


સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ;


ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ;


પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ;


ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ,

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.



આ પણ જૂઓ:




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)