Bandharan Valo Babo Lyrics in Gujarati | બંધારણ વાળો બાબો લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

bandharan valo babo lyrics in gujarati

Bandharan Valo Babo Lyrics in Gujarati | બંધારણ વાળો બાબો લિરિક્સ ગુજરાતીમાં


બંધારણવાળો મારા કલેજાની કોર,
ઈ કાયદાવાળો મારા કલેજાની કોર,
આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર,
બંધારણવાળો બાબો બંધારણવાળો,
બંધારણવાળો બાબો બંધારણવાળો;

ધન્ય પિતા રામજી ને માતા ભીમાબાઈ,
દલિતોના હૈયા માં હરખ ના માય,
બંધારણવાળો બાબો બંધારણવાળો; ઈ કાયદાવાળો..

આસોપાલવના જોને તોરણીયા બંધાય,
દલિત નરનાર મળી મધુર ગીતો ગાય,
બંધારણવાળો બાબો બંધારણવાળો; ઈ કાયદાવાળો..

અનાથ અબળા નો નોતો રે આધાર,
બંધારણ ઘડી બાબા એ બનાવી હકદાર,
બંધારણવાળો બાબો બંધારણવાળો; ઈ કાયદાવાળો..

ચીન, જાપાન અમેરિકા વિયેતનામ,
દેશ-વિદેશમાં બાબા નામના મહાન,
બંધારણવાળો બાબો બંધારણવાળો; ઈ કાયદાવાળો..

સમતા સમાનતા માનવતા સંગ,
માધવ ગુણ ગાય રાખી હૃદયમાં ઉમંગ,
બંધારણવાળો બાબો બંધારણવાળો,
બંધારણવાળો બાબો બંધારણવાળો;

ઈ કાયદાવાળો મારા કલેજાની કોર,
આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર.



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)