Anjali Geet He Nath Jodi Hath Lyrics in Gujarati | અંજલી ગીત Lyrics ગુજરાતીમાં

Bhargav
0

 anjali geet lyrics in gujarati


Anjali Geet He Nath Jodi Hath Lyrics in Gujarati | અંજલી ગીત હે નાથ જોડી હાથ Lyrics ગુજરાતીમાં


હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી જે કુળમાં અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લખચોર્યાશી બંધનોને લક્ષમાં લઇ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તાવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
દયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો



આ પણ જૂઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)