Ambudu Jambudu Song Lyrics in Gujarati | આંબુડું જાંબુડું ગીત Lyrics ગુજરાતીમાં
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં,
હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં, શંકરને ઘેર પારવતી , બ્રહ્માને ઘેર બ્રહ્માણી,
વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામને ઘેર સીતાજી,કૃષ્ણને ઘેર રાધાજી,ગોરને ઘેર ગોરાણી ,
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ડાળીએ બેઠા દામોદર
પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ,
સુદામાની ઝુંપડી, ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી, સુખડાં લ્યો શ્રી રામના
આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ,ગજાનન, ઈશ્વરને ઘેર પારવતી ,
રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે,
સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન પીધાજી ,આટલા નામ લીધાજી,
જાત્રા કરવા નિસર્યા ,જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો, ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય ,સુખડાં લ્યો શ્રી રામના
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ગાય રે ગાય, તું મોરી માય,
નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી,
ગંગાજળ પાણી પીવા જાય, પાણી પીને પાછી વળી,
સામા મળ્યા વાઘ ને સિંહ, વાઘ કયે હું ગાય ને ખાઉં,
સિંહ કયે ખવાય નઈ, ગાયના દૂધ મહાદેવને ચડે,
ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો ચોકો થાય,
સોનાની શીંગડી, રૂપાની ખરી, ગાયની પૂંછળી હીરલે જડી,
ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકામરાય, પૂરણ પુરુષોત્તમરાય, સુખડા લ્યો શ્રી રામના
આ પણ જૂઓ: